Get The App

ટ્રકમાંથી જોખમી કેમિકલ વેસ્ટ રસ્તા ઉપર રેલાતા ગ્રામજનોમાં રોષઃચાલકની બેદરકારી

-ગ્રામજનોનો કંપની પર હલ્લાબોલઃચાલુ ટ્રકે નવાગામ કરારવેલ ગામે કેમિકલ વેસ્ટ ગામની ભાગોળે જ ઢોળાયું

Updated: Jun 18th, 2019

GS TEAM

Google News
Google News
ટ્રકમાંથી  જોખમી કેમિકલ વેસ્ટ રસ્તા ઉપર રેલાતા  ગ્રામજનોમાં રોષઃચાલકની બેદરકારી 1 - image

ઝઘડીયા  તા.18 જૂન 2019 મંગળવાર

ઝઘડીયા જીઆઈડીસીની યુપીએલ કંપનીમાંથી અંકલેશ્વર તરફ હાઇવા ટ્રકોમાં લઇ જવાતા કેમિકલ વેસ્ટ ચાલુ ટ્રકે નવાગામ કરારવેલ ગામે રોડ પર પડતા સ્થાનિક ગ્રામજના રોષે  ભરાયા હતા. હાઇવા ચાલકની બેદરકારીના કારણે ચાલુ ટ્રકે તેની પાછળનું ફાળકું ખુલી જતા ગામના ભાગોળના રોડ પર વેસ્ટના ઢગલા થઇ ગયા હતા.

વારંવાર આ રીતે રોડ પર ટ્રકમાંથી કેમિકલ વેસ્ટ રોડ પર પડતા ત્રાસી ગયેલા ગ્રામજનોએ કંપની પર હલ્લાબોલ કર્યો હતો. કંપની દ્વારા રાતોરાત કેમિકલ વેસ્ટના ઢગલા હટાવાની કામગીરી કરી હતી.

ઝઘડીયા જી આઇ ડી સીની યુપીએલ કંપનીનો જોખમી વેસ્ટ કેમિકલ કચરો અંકલેશ્વરની બેલ કંપનીમાં ઠાલવવામાં આવે છે. ગતરોજ યુપીએલ કંપનીમાંથી   હાઇવા ટ્રક જેના પર ચિરાગ એન્ટરપ્રાઇઝ અને બિલ્ડવેલ એન્જિનિયરિંગ લખેલું હતું .તે જોખમી કેમિકલ વેસ્ટ ભરી અંકલેશ્વર  તરફ જવા રવાના થઇ હતી.

ટ્રકે નવાગામ કરારવેલ ગામેથી પસાર થતી હતી ત્યારે  ચાલકની બેદરકારીના કારણે હાઈવાં પાછળનું ફાળકું ચાલુમાં જ ખુલી ગયું હતું .જેથી હાઇવામાં ભરેલા  કેમિકલ વેસ્ટ રોડ પર પડવા લાગ્યું હતું .જેથી થોડી જ વારમાં ગામના ભાગોળ પર કેમિકલ વેસ્ટર્ન ઢગલે ઢગલા ખડકાઈ ગયા હતા. ગ્રામજનોની સતર્કતાના કારણે હાઇવા ટ્રકને ઉભું રખાવ્યું હતું.ગામના નવી નગરી વિસ્તારથી ભાગોળ સુધી વેસ્ટર્ન ઢગલા થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ગામના રોડ પર વારંવાર કેમિકલ વેસ્ટ પડવાની ઘટનાના પગલે ગ્રામજનોએ કંપની પર હલ્લાબોલ કર્યો હતો.

 આ બાબતે જીપીસીબીનો   સંપર્ક કરાયાે હતો.તેમને પણ ગ્રામજનોની વહાણે આવવા  બાબતે આનાકાની કરી હતી. આખરે ગ્રામજનોએ યુપીએલ કંપનીનો સંપર્ક કરતા કંપનીના સત્તાધીશો સ્થળ પર આવી કેમિકલ વેસ્ટ હટાવાની કામગીરી હાથ ધરી હતી.કામની દ્વારા ત્રણ ફાયર ફાઇટરોની મદદથી રોડ પર પડેલા ઢગલા હટાવ્યા હતા.

 નવાગામ કરારવેલ ગામે ટ્રક ચાલકની બેદરકારીના કારણે ટ્રકમાંથી પડેલ કેમિકલ વેસ્ટ એટલી માત્રામાં અને જોખમી હોવાથી તેને ઉઠાવવા અને ત્યાર બાદ રોડ પર સફાઈ કરવા માટે ત્રણ ફાયર ટેન્ડર એટલેકે પંદર હજાર લીટર પાણીનો વપરાશ થયો હતો. કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી કંપની અને કેમિકલ વેસ્ટ મંગાવતી બેલ જેવી કંપની જોખમી કેમિકલ વેસ્ટ ના વહન કામગીરીમાં થોડી સાવચેતી રાખે તો આવી ઘટનાઓ બનતી અટકી શકે છે.  અહીં તો બંને કંપનીઓને આડેધડ કામગીરી કરવાની જીપીસીબી અને જીઆઇડીસીના અધિકારીઓ દ્વારા પરવાનગી જ આપીઓ દીધી છે .  

Tags :