ગોવાલી ગામે ખેતરમાં સિંચાઇનું પાણી પીવાડવા શખ્સ દ્વારા યુવક પર હુમલો
ઝઘડીયા, તા.24 જૂન 2019 સાેમવાર
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામના ખેડૂત તેમના ખેતરમાં સિંચાઈ કરી પાણી પીવડાવતો હતો ત્યારે તેમના દૂરના સબંધી રાજેશ ઠાકોર નામના ખેડૂત તમેના ખેતરે આવી કહેવા લાગેલ કે, તું આ બોરવેલમાંથી કેમ પાણી પીવડાવે છે.તેમ કહી બોલાચાલી કરી તેના હાથમાંનું કોઇતુ મારી દેતા લોહી નીકળું હતું.જેથી તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામમાં રહેતા પૃથ્વીરાજસિંહ વિનોદસિંહ ઠાકોર ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગામના જ અરવિંદભાઈ ભીખાભાઇ ઠાકોરનું સ્મશાન વગામાં આવેલા ખેતીની જમીન ગણોતે લીધેલ છ ે. ગતરોજ પૃથ્વીરાજ તેના ચાકરને ચા-પાણી પીવડાવવા ગયો હતો ત્યારે બાજુના ખેતરના માલિક કાંતિભાઈ ગોરધનભાઈ ઠાકોર સાથે ઉભા હતા .
ગોવાલી ગામનો જ અને પૃથ્વીરાજસિંહનો નજીકનો સબંધી રાજેશ ઈશ્વર ઠાકોર આવી કહેવા લાગેલ કે ,આ બોરવેલનું પાણી મને પૂછયા વગર કેમ ચાલુ કરી દીધો છે. તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંનું કોઇતુ મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું .બાજુના ખેતર માલિક સાથે હાવાથી તેને વધુુ મારમાંથી બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભોગ બનનાર પૃથ્વીરાજસિંહ ઠાકોર એ રાજેશ ઈશ્વરભાઈ ઠાકોર વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .