અંકલેશ્વરનાં સારંગપુર ગોમતી નગરમાં ગાંજાનાં જથ્થા સાથે યુવક ઝડપાયો
-રૂ.32 હજાર ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત
અંક્લેશ્વર તા.4 સપ્ટેમ્બર 2019 બુધવાર
અંકલેશ્વરનાં સારંગપુર ગામનાં ગોમતીનગર માંથી ભરૂચ એસઓજી પોલીસે 5 કિ.લો 460 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનાં જથ્થા સાથે એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી.રૂ32,000 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જી આઇ ડી સીમાં પેટ્રોલિંગમાં હતી .તે દરમિયાન એસઓજીને સારંગપુર ગામનાં ગોમતી નગરમાં રહેતા દિપક હૃદયનારાયણ મંડલનાં ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી .જેના આધારે પોલીસે રેડ કરતા દિપક મંડલનાં ઘરમાંથી એસ ઓ જી પોલીસને એક કાળા રંગનાં રેક્ઝિનનાં થેલામાંથી 5 કિલો 460 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
એસ ઓ જી પોલીસે ગાંજાનાં રૂ .32,760 નાં જથ્થા સાથે દિપક મંડલની ધરપકડ કરી હતી. એક મોબાઈલ મળીને કુલ રૂ.32,960 નો મુદ્દામાલ જપ્ત કરી હતી.તે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો .તે અંગેની વધુ તપાસ શરુ કરી હતી.