Get The App

ભરૂચમાં વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરવામાં આવી

Updated: Nov 20th, 2021

GS TEAM


Google News
Google News

ભરૂચ:  સ્વચ્છતાનું મહત્વ સમજાવવા તથા ખુલ્લામાં અથવા અસ્વચ્છ અને અસુરક્ષિત સ્થાને શૌચ ક્રિયા કરવાથી થતા રોગ વિષે લોકજાગૃતિ અર્થે દર વર્ષે ૧૯મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિન તરીકે ઉજવાઈ  છે. ભરૂચ જિલ્લાના ગામડાઓને સ્વચ્છ બનાવી ગંદકી મુકત કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ ધ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણફેઝ-ર અંતર્ગત વિશ્વ શૌચાલયના દિવસે તાલુકાઓના ગામડાઓમાં શૌચાલયને સુશોભિત કરી રંગોળી પુરી બહોળી સંખ્યામાં ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :