Get The App

લોકડાઉનમાં ઉદ્યોગો બંધ રહેતાં નર્મદાના નીર શુધ્ધ બન્યા

Updated: Apr 28th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનમાં ઉદ્યોગો બંધ રહેતાં નર્મદાના નીર શુધ્ધ બન્યા 1 - image

 ભરૂચ તા.28 એપ્રિલ 2020 મંગળવાર

  ફેબુ્રઆરી ૨૦૧૯માં એનજીઓના સરવેમાં ભરૃચ સંગમ સ્થાનના ૨૦ કિમી વિસ્તારમાં નર્મદાનું પાણી પીવાલાયક નહીં હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. બરાબર એક વર્ષ બાદ લાકડાઉનમાં ઉદ્યોગો બંધ રહ્યા, તહેવારો, મેળા અને પરિક્રમા પણ નહીં થતાં નર્મદાના નીર શુદ્ધ બન્યા છે.

પાણેથાથી અંકલેશ્વર વચ્ચે ૮ જગ્યાએથી નર્મદાના પાણીના નમૂના લઇ ચકાસણી કરાઈ

 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લાકડાઉન પહેલા અને લાકડાઉન દરમિયાન નર્મદાના પાણીના પાણેથાથી અંકલેશ્વર વચ્ચે 8 જગ્યાના નમૂના લઇ ચકાસણી કરી ક્લાસ- એ રિપોર્ટ આપ્યો છે. આ મુજબ પાણી પીવાલાયક છે, ખાસ ટ્રીટમેન્ટની જરૃર નથી, માત્ર જંતુરહીત કરવું તેવી રિમાર્ક કરી છે. જીપીસીબીના મેમ્બર સેક્રેટરીએ પાણીની લાકડાઉનની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું છે. જીપીસીબીએ રાજ્યની વિવિધ નદીના જળસ્તર પર લોક ડાઉન પૂર્વે અને લાકડાઉન બાદ પાણીમાં થયેલા સુધારા વધારા અંગે વિશેષ સેમ્પલ લીધા હતાં. 

 અંકલેશ્વર સરફૂદ્દીન ગામના 65 વર્ષીય હરિભાઇ વસાવાએ કહ્યું કે  અગાઉના દાયકામાં નર્મદા નદી જેવી શુદ્ધ હતી, તેવી અત્યારે છે. અહીં વહાણ લાદતા અને પાણી એકદમ કાચ જેવું શુદ્ધ જોવા મળતું હતું. મારી આટલી ઉંમરમાં પહેલી વાર આટલું પારદર્શક શુદ્ધ પાણી જોવા મળ્યું છે. જૂના બોરભાઠા બેટના ક્યુમન કેલાવાલાએ તો કહ્યું કે, મારા ૫૧ વર્ષની ઉંમરમાં પહેલીવાર નર્મદાનું પાણી આટલું શુદ્ધ મિનરલ વોટર જેવું જોયું છું.
 રામપુરા નર્મદા ઘાટના સાંવરિયા મહારાજે જણાવ્યું કે, માં રેવાનું જળ અત્યંત શુદ્ધ હોય છે. વર્ષો સુધી બોટલમાં રાખો તો ખરાબ ન થાય. આ વર્ષે પંચકોશી પરિક્રમા નથી થઇ, પરિક્રમામાં 5  લાખથી વધુ ભક્તો આવે છે. આ વર્ષે કોઇ આવ્યું નથી. લાખો લોકોનું નર્મદા સ્નાન પણ નથી થયું એટલે નદી અને કિનારો બંને નિર્મળ થઇ ગયા છે.

 નર્મદા નદીમાં લોક ડાઉન પૂર્વે અને લોક ડાઉન વચ્ચે પાણીમાં ઘણો તફાવત છે. સી.ઓ.ડી., બી.ઓ.ડી અને પી.એચ.ની માત્રામાં સુધારો થયો છે. ગત ફેબ્આરીમાં સાથી એન.જી.ઓ સાથે પાણી રિપોર્ટ કર્યો હતો જે પીવા યોગ્ય પાણી ના હોવાનું જોવા મળ્યું હતું. કિનારા પર ખારાશના પડ જામ્યા હતા. હાલ પાણીની શુદ્ધતામાં વધારો થયો છે. પારદર્શકતા જોવા મળી રહી છે. પાણીના ફ્લોની માત્રામાં વધારો થયો છે. આ વર્ષો પછીની ઘટના છે. આશા રાખીએ કે આ પરિસ્થિતિ જળવાઇ રહે.

Tags :