ભરૂચ: મોરણ ગામે જુના ઝઘડાની અદાવત રાખી બે પક્ષો વચ્ચે સામસામે મારામારી
- ઝઘડો કરનાર બંને પક્ષોએ એક બીજા સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ઝઘડિયા તા.8 જાન્યુઆરી 2020 બુધવાર
ઝઘડિયા તાલુકાના મોરણ ગામે ઇકો ગાડી ભાડે ફરવતા શખ્સને તું કેમ પેલા લોકોને લઈ અમારી વિરૂદ્ધ ફરિયાદ કરવા ગયેલો તેમ કહી હુમલો કર્યો જયારે સામ પક્ષે એવો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પહેલાનો મોબાઈલ બાબતનો ઝઘડો કેમ કરે છે ,તેમ કહી મારામારી કરી હતી. બંને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના મોરણ ગામે રહેતા બળવંત બાબુભાઇ વસાવા ગાડી ભાડે ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ બળવંતભાઈ તેની ગાડી લઇ જીઆઈડીસીમાં મજુર લેવા માટે જતા હતા ત્યારે લેન્સેક્સ અને ગુલબ્રાન્ડસન કંપની વચ્ચે થી પસાર થતી વેળા ત્યાં મોરણ ગામનો અનિલ સુદામાભાઈ વસાવા, અંકિત સુદામાભાઈ વસાવા અન્ય છ શખ્સો સ્પોર્ટ્સ બાઈક લઇ માસ્ક પહેરી ઉભા હતા.
અનિલે બળવંતભાઈ ની ગાડી ઉભી રખાવી પૂછતો હતો કે પરમ દિવસે મોહન કાલિદાસ વસાવા સાથે અમારી વિરૂદ્ધ ફરિયાદ કરવા કેમ ગયેલો ? ત્યારે બળવંતભાઇએ જણાવેલ કે મને જ્યાં ભાડું મળે ત્યાં જાવ તેમ કહેતા તેઓ માં બેન સામાની ગાળો બોલવા લાગેલા અને દંડા વડે અને ચેન વડે માર મારવા લાગેલા હતા .મારનો ભોગ બનેલા બળવંત બાબુભાઇ વસાવાએ (1) અનિલ સુદામાભાઈ વસાવા (2) અંકિત સુદામાભાઈ વસાવા બંને રહેવાસી મોરણ તા. ઝઘડિયા તથા અન્ય છ વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આજ ઝઘડામાં સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.જેમાં સુદામા છત્રસિંગભાઈ વસાવા ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત. 7-1-20 ના રોજ સુદામાના છોકરાઓની બળવંત સાથે જી આઈ ડી સીમાં બોલાચાલી થયેલી છે.જે બાબતે બળવંતે તેના સગા સબંધીઓ સાથે સુદામાના ઘરે ગયેલા અને જણાવતા હતા કે તારા છોકરાઓ સાથે એક વર્ષ પહેલાના મોબાઈલ બાબતે ઝઘડો કરે છે,
તેમ કહી ગમે તેવી ગાળો બોલી લાકડીના સપાટાઓ શરીરે માર્યા હતા અને કહેતા હતા કે મારીને નાખી દઇશુ તેવી ધમકી આપી હતી. ભોગ બનનાર સુદામાએ (1) બળવંત ભુલાભાઇ વસાવા (2) રાજુમોહનભાઈ વસાવા (3) ભોપા જેસીંગભાઇ વસાવા (4) અરુણ રાજુભાઈ વસાવા (5) મોહન કાલિદાસભાઈ વસાવા (6) સતીશ રાજુભાઈ વસાવા (7) લીલા મોહનભાઇ વસાવા (8) કાળી ભુલાભાઇ વસાવા તમામ રહેવાસી મોરણ તા. ઝઘડિયા વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.