Get The App

ભરૂચમાં મુખ્ય માર્ગો પર માટી બેસી જતા વાહનો ફસાયા

Updated: Jul 27th, 2019

GS TEAM

Google News
Google News
ભરૂચમાં  મુખ્ય માર્ગો પર  માટી બેસી જતા વાહનો ફસાયા 1 - image

ભરૂચ તા.27 જુલાઇ 2019 શનિવાર

ભરૂચશહેર  માં  અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની કામગીરી કર્યા બાદ માટી પુરાણ માં વેઠ ઉતારવામાં આવતાં વરસાદી પાણી ના કારણે શહેર ના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર ભૂવા પડતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ભરૂચ શહેર માં ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી કરવામાં આવી છે . છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતી આ કામગીરી દરમ્યાન  ભૂગર્ભ ગટર યોજના માટે કરવામાં આવેલા ખોદકામ બાદ માટી પુરાણમાં વેઠ ઉતારવામાં આવતા સિઝન માં પહેલી વાર  ભરૃચ શહેર માં વરસેલા  મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે માટી બેસી જવાથી   ભૂવા પડયા છે .ભરૂચ ના કસક વિસ્તાર થી મક્તમપુર સુધી ના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર માટી બેસી જવાના કારણે ભૂવા પડવાથી અનેક વાહનો ફસાઈ જવાની ઘટના બની રહી છે.

 એક ફોર વહીલ ટેમ્પો ફસાઈ જતા ટેમ્પો ચાલકે પોતાના ટેમ્પા માં રહેલો માલ સામાન બહાર કાઢી પાંચથી સાત કલાક ની જહેમત બાદ પોતાના ટેમ્પા ને બહાર કાઢયો હતો.ભૂવા પડેલા સ્થળે વરસાદી પાણી ભરાઈ રહે અને કોઈ વાહન ચાલક પાણીમાંથી પસાર થાય અને ખાડામાં ખાબકી જાય અથવા રાહદારી અકસ્માત નો ભોગ બને તો જવાબદાર કોણ? ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ભૂવા ઉપર તંત્ર દ્વારા  તાત્કાલિક ગુણવત્તા યુક્ત  પેચિંગ વર્ક કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Tags :