વાલિયામાં છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
વાલિયા તા.22 જાન્યુઆરી 2020 બુધવાર
વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ભરૃચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા પોલીસ મથકમાં 2019 ના વર્ષમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહંમદ હારુન ઉર્ફે સઉદ નૂરમોહમ્મદ કુરેશી ભરૂચના ભઠીયારવાડ નજીક ફરી રહ્યો હોવાની બાતમી ભરૃચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસને મળતા પેરોલ ફ્લોની ટીમે ભઠીયારવાડ નજીક થી તેને ઝડપી પાડયો હતો.
ભરૂચ બી.ડિવિઝન પોલીસને હવાલે કર્યા બાદ વાલિયા પોલીસને હવાલે કર્યો હતો.વાલિયા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.