Get The App

ભરૂચનાંં ઝઘડીયા તાલુકામાં કોવિડ-૧૯ની રસીકરણની મહાઝુંબેશ હાથ ધરાઈ

શુક્રવાર સુધીમાં ૧૫૯૪૦ વેક્સીનેશનના ડોઝ અપાયા

Updated: Nov 27th, 2021

GS TEAM


Google News
Google News

ભરૂચઃ સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે.     


જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષારભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે ઝઘડીયા તાલુકામાં આજે સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૧૫૯૪૦ વેક્સીનેશનના ડોઝ અપાઈ ગયા છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ઝઘડીયા તાલુકામાં ૧૧૩ જેટલાં વેક્સીનેશન સેન્ટરો ઉભા કરી વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લેનારને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.       

Tags :