ભરૂચ: હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં એટલે કે તા- ૧ થી ૩ ડિસેમ્બર સુધીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં કાતિલ ઠંડી સાથે તીવ્ર પવન એટલે કે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . હવામાન ખાતાની આગાહી મુજબ આ દિવસો દરમ્યાન સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે . આવી આગાહી કરાતા જ ભરૂચ જિલ્લાના ખેડૂતો ચિંતામા ગરકાવ થઈ ગયા હતા . હાલ ખેતરોમાં ઉભા પાક માટે વાવાઝોડુ અને વરસાદ ખુબજ નુકશાન કારક સાબિત થશે ત્યારે વર્ષ ૨૦૨૧ ના અંતિમ દિવસોમાં પણ કુદરતી આફતો અવિરત ચાલુ જ રહી છે એમ કહી શકાય વર્ષ ૨૦૨૧ માં ભરૂચ જિલ્લાના કિસાનોને કુદરતી આફતોથી ખુબ મોટું નુકશાન થયું છે . આ સાથે આગામી દિવસો એટલે કે તા .૩ ડિસેમ્બરસુધીમાં ભરૂચ જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા અંગે સુચન કરવામાં આવેલ છે . આ લખાય છે ત્યારે બપોરના ૧ વાગ્યાના સુમારે ભરૂચ મેરીટાઇમ બોર્ડના અધિકારી ઓનો સંપર્ક કરતા તેમણે દહેજ ખાતે દરિયા પર ભયજનક સ્થિતિની સુચના આપતુ સિગ્નલ લગાડયા હોવાનું જણાવ્યું નથી પરંતુ સમીસાંજ અથવા તો મોડી રાત્રે પરિસ્થિતિ બદલાઈ શકે છે.

