અંકલેશ્વર જી આઈ ડી સીમાં બાઈક ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા
અંક્લેશ્વર તા.9 ઓક્ટાેબર 2019 બુધવાર
અંકલેશ્વર જી આઇ ડી સીમાંથી બાઈક ચોરી કરી સુરતનાં કામરેજ ખાતે વેચવાની ફિરાકમાં ફરતા બે વાહન ચોરોને પોલીસે ઝડપી લીધા હતા.
અંકલેશ્વર જી આઇ ડી સીનાં સેન્ટર પોઇન્ટ ખાતે રહેતા કેતન સદાભાઈ વાળા મીરા કન્ટ્રક્શન કંપનીમાં એકાઉન્ટટન્ટ તરીકે કામ કરે છે.તેઓએ જી આઇ ડી સીમાં ચાલતી કન્ટ્રક્શનની સાઈડ પર ગયા હતા.પોતાની બાઈક પાર્ક કરી કંપનીમાં ગયા હતા , જ્યાંથી કોઈક વાહન ચોર તેઓની બાઈક લઈને ફરાર થઇ ગયો હતો.
આ અંગેની ફરિયાદ જી આઇ ડી સી પોલીસે દર્જ કરી તપાસ શરુ કરી હતી. વાહન ચોરો આ બાઈક ચોરીને સુરતનાં કામરેજ વિસ્તારમાં વેચવાની ફિરાકમાં ફરતા હતા .તે દરમિયાન કામરેજ ઓવર બ્રિજ પાસે પોલીસનાં વાહન ચેકિંગમાં બે વાહન ચોરો ઝડપાય ગયા હતા , અન બાઈક અંકલેશ્વર જી આઇ ડી સી માંથી ચોરી કર્યુ હોવાની કબૂલાત કરી હતી.
અંકલેશ્વર જી આઇ ડી સી પોલીસે વાહન ચોરો યોગેશ રતનસિંગ જાદવ અને સોફેલ ઉર્ફે અલાદ્દીન મોહમદ ગુલાલ શેખ બંને રહે જીતાલી ગામ , અંકલેશ્વરનાં ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.