અંક્લેશ્વરમાં બે સ્થળેથી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
-31 મી ડિસેમ્બરની ઉજાણીમાં દારૂ અટકાવવા પોલીસની કવાયતથી બૂટલેગરોમાં ફફડાટ
અંક્લેશ્વર તા.19 ડિસેમ્બર 2019 ગુરૂવાર
અંક્લેશ્વર તાલુકાના નાંગલા રોડ અને જીઆઇડીસી માનવ મંદિર માર્ગ પરથી વિદેશી દારૃ પોલીસે ઝડપી લીધો હતો. 31 મી ડિસેમ્બરની ઉજાણીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસની ઘોંસ વધતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અંક્લેશ્વર તાલુકા પોલીસને હજાત ગામનો બુટલેગર દશરથ બાલુ વસાવા એક્ટીવા મોપેડ પર વિદેશીદારૃ નો જથ્થો લઇ ને નાંગલ ગામ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસ નાંગલ રોડ પર વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન શંકાસ્પદ એક્ટિવા આવતા દશરથ વસાવા એ પોલીસને જોઇ લેતા એક્ટીવા મકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ઝડપી પાડયો હતો. બુટલેગર દશરથ વસાવા ફરાર થઇ ગયો હતો. તાલુકા પોલીસે રૂ.23,6૦૦ ની કિંમતનાં વિદેશી દારૃના પાઉચ અને એક્ટીવા મળી કુલ 39000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી ફરાર દશરથ વસાવાને ઝડપી પાડવાની ક્વાયત હાથ ધરી હતી.
બીજા બનાવમાં ભરૃચ એલસીબી પોલીસની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એક કારમાં બે શખ્સો વિદેશી દારૃનો જથ્થો ભરી અંક્લેશ્વર તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વાલિયા રોડ પર વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમ્યાન ટોયોટા કાર આવતા તેનો પીછો કરી જીઆઇડીસી માનવ મંદિર પાસે કારને રોકી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૃનાં પાઉચ મળી આવ્યા હતા.
એલસીબી પોલીસે નેત્રંગ તાલુકાનાં ચિકલોટા ગામના ધર્મેશ વસાવા અને અંક્લેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અરવિંદ જમના પ્રસાદ શુક્લાની ધરપકડ કરી રૂ.32૦૦૦ ની કિંમતનાં વિદેશી દારૃનાં પાઉચ અને મોબાઇલ તેમજપાંચ લાખની ટોયેટા કાર મળી કુલ 5.36 લાખની મુદ્દામાલ કબ્જે કરી આ અંગે એલસીબી પોલીસે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.