ઝાડેશ્વર ગામે વૃક્ષ કાપતા વીજ વાયર અડી જતાં બે વ્યક્તિ પટકાયા
-બંને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
ભરૂચ તા.10 સપ્ટેમ્બર 2019 મંગળવાર
ભરૂચના ઝાડેશ્વરના કોઠી ફળિયામાં વૃક્ષ કાપતી વેળા બે વ્યક્તિને વીજ વાયર અડી જતા કરંટ લાગતા નીચે પટકાતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભરૂચના ઝાડેશ્વર કોઠી ફળિયામાં આવેલા એક વૃક્ષ ઝાડની ડાળીઓ અલ્પેશભાઈ રમેશભાઈ વસાવા, તથા અરવિંદભાઈ વસાવા વૃક્ષની ડાળીઓ કાપી રહ્યા હતા. દરમ્યાન વૃક્ષ ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતાં બંને વ્યક્તિ વીજ કરંટનો ઝાટકો લાગતા બંને જમીન ઉપર પટકાતા તેવોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.