Get The App

અંકલેશ્વરનાં ગેસ્ટ હાઉસમાં યુવકે ગળા ફાંસો ખાઈ આપઘાત

Updated: Jan 31st, 2020

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરનાં   ગેસ્ટ હાઉસમાં  યુવકે ગળા ફાંસો ખાઈ આપઘાત 1 - image

અંક્લેશ્વરતા.31 જાન્યુઆરી 2020 શુક્રવાર

અંકલેશ્વરનાં  એવરગ્રીન ગેસ્ટ હાઉસનાં  રૃમમાં મધ્યપ્રદેશનાં  યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી હતી. 

મધ્યપ્રદેશનાં  ભીંડ જિલ્લાનાં  સિપોડા ગામનાં  ૨૯ વર્ષીય કુલદીપ મહેશસિંહ સેંગર અંકલેશ્વર જીઆઇડીસી માં નોકરી માટે આવ્યો હતા.તે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ એવરગ્રીન ગેસ્ટ હાઉસમાં 106  નંબરનાં  રૃમ માં રોકાયો હતો. 

દરમ્યાન કુલદીપ સેંગરે કોઈક અગમ્ય કારણોસર રૃમમાં પંખા સાથે દોરીનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી . જે અંગેની જાણ ગેસ્ટ હાઉસનાં સફાઈ કામદાર ને થતા તેઓએ હોટલનાં  સંચાલકને જાણ કરી હતી.શહેર પોલીસે કુલદીપ સેંગરનાં  મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

Tags :