ભરૂચ: આમોદ તાલુકાના દેણવા ગામે ગતરોજ રાત્રીના સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યુ હતું. ગામના ભૂતિયા ફળિયામાં આવેલા મકાનનાં દરવાજાના નકુચા તોડી તિજોરીમાંથી અલગ અલગ દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૪.૫૩ લાખની ચોરી કરી છે. બનાવના પગલે આમોદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દેણવા ગામે ભૂતિયા ફળિયામાં રહેતા અજીતસિંહ ખુમાનસિંહ પરમાર દહેજ ખાતે ચા-નાસ્તાની દુકાન ધરાવે છે. જેઓ દહેજ ખાતે ગયા હોય રાત્રીના સમયે કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યુ હતું. ચોર તત્વોએ ઘરના લોખંડના દરવાજાના નકુચા કોઈ હથિયાર વડે કાપી તિજોરી તોડીને તિજોરીનું ડ્રોવર ખોલી તથા પ્લાસ્ટિકના ડબ્બા ડબ્બીઓમાં રાખેલા સોનાના દાગીનાઓ તથા રોકડા રૂપિયા ૪૫૦૦૦ મળી કુલ ૪.૫૩ લાખ રૂપિયાનો હાથફેરો કર્યો હતો.
ચોરાયેલી વસ્તુઓ
૧)સોનાની ઝુમ્મર બુટ્ટી નંગ ૨ કિંમત રૂપિયા ૪૫૦૦૦
૨)સોનાના અછોડા નંગ ૨ કિંમત ૯૦૦૦૦
૩)સોનાની વીંટી નંગ ૧૦ કિંમત ૧,૩૫૦૦૦
૪)પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી સોનાની બુટ્ટી નંગ ૨ કિંમત ૪૫૦૦૦
૫)પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી સોનાની કડી નંગ ૨ કિંમત ૨૭૦૦૦
૬)પ્લાસ્ટિકના એક નાનાં બોક્ષમાં રાખેલી સોનાની નથણી નંગ ૩ કિંમત ૨૭૦૦૦
૭) પ્લાસ્ટિકના બોક્ષમાં રાખેલા ચાંદીના છડા નંગ ૪ કિંમત ૩૦૦૦૦
૮)ચાંદીની બંગડી નંગ ૬ કિંમત ૬૦૦૦

