Gujarat

નવા ધંતુરીયા ગામે ફોઈની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતો ભત્રીજો

By GS Team
10 Jan 20201 min read
This article was originally published on 10 Jan 2020
નવા ધંતુરીયા ગામે ફોઈની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતો ભત્રીજો

 અંક્લેશ્વર તા.10 જાન્યુઆરી 2020 શુક્રવાર

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે ૪૧ વર્ષીય ફોઈની તીક્ષ્ણ હત્યારા વડે હત્યા કરીને ભત્રીજો ફરાર થઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી.પોતાની પત્નીનાં પિતરાઈ ભાઈ સાથે આડાસંબંધ હોવાની શંકા એ પ્રવીણે ફોઈની હત્યા કરી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે. 

 અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે રહેતી 41 વર્ષીય વિધવા મહિલા અમીબેન દિલીપભાઈ જાદવનાં સગા ભત્રીજા પ્રવીણ વસાવાએ તા. ૯મીની રાત્રે ફોઈની હત્યા કરી હતી.પ્રવીણે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે ફોઈ અમીબેન નાં ગળાનાં ભાગે હુમલો કર્યો હતો , અને ગંભીર રીતે ઘાયલ અમીબેન ઘરમાં જ ઢળી પડયા હતા. 

ઘટના અંગેની જાણ આસપાસમાં રહેતા લોકોને થતા તેઓએ અમીબેનનાં ઘરે દોડી આવ્યા હતા . તેમની દીકરીને સાસરે ફોન કરીને બનવા અંગેની જાણ કરી હતી.વધુમાં અમીબેનને સારવાર મળે ત્યાર પહેલા જ તેઓએ ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફોઈની હત્યા કરનાર ભત્રીજા પ્રવીણની શોધખોળ શરુ કરીને તેની ધરપકડ માટે  કવાયત હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા  મળતી માહિતી મુજબ સગી ફોઈ અમીબેનનાં પુત્ર સાથે પ્રવીણની પત્નીનાં આડાસંબંધ હોવાની શંકા પ્રવીણને હતી . જેના કારણે અગાઉ પણ આ બાબતને લઈને ઝગડા થતા હતા .આખરે ઝગડાએ મોટુ સ્વરૃપ ધારણ કરતા ફોઈ અમીબેનની હત્યા કરીને પ્રવીણ ફરાર થઇ ગયો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.