ભરૂચના ગોલ્ડન બ્રીજમાં ગાબડું પડતા તાત્કાલિક મરામત કરાઈ
-બ્રીજના દક્ષિણ છેડા તરફના માર્ગમાં ગાબડાની મરામત દરમિયાન ટ્રાફિકજામ સર્જાયો હતો
ભરૂચ તા.31 મે 2020 રવીવાર
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રીજના દક્ષિણ છેડા તરફના માર્ગમાં ગાબડું પડતાં તંત્ર દ્વારા તાત્કાલીક ગાબડાની મરામત કરવામાં આવતા ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ગોલ્ડન બ્રીજને પણ હવે સંપૂર્ણ મરામતની જરૃરત ઉભી થઇ હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચમાં અંગ્રેજોના સમયનો અને ભરૃચ જીલ્લાવાસીઓ માટે સોનાની લાગણી સમાન ગણાતો ગોલ્ડન બ્રીજ આજે ૧૩૯ વર્ષે પણ અડીખમ છે.
ભરૂચ - અંકલેશ્વરના વાહન વ્યવહાર માટે આ બ્રીજ આશીર્વાદરૃપ રહ્યો છે. આવરદા પુરી થઈ ગઈ હોય છતાં વાહન વ્યવહાર ચાલુ રહેતાં આ બ્રીજ પર કોઈ અઘટિત ઘટના થાય તે પહેલાં જ હવે મરામતની કામગીરી થાય તે જરૃરી થઈ પડયું છે.
દક્ષિણ છેડા તરફના બ્રીજમાં માર્ગ ઉપર ગાબડું પડતા વાહન વ્યવહાર ગોકળગતિ એ ચાલી રહ્યો હતો. જેના પગલે ટ્રાફીકજામની સમસ્યાનું નિર્માણ થતું હતું. બ્રીજ પર પડેલા ગાબડાંની તાત્કાલીક મરામત કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ આગામી વરસાદી તુને ગોલ્ડન બ્રીજની સંપૂર્ણ મરામત કરાવવામાં આવે તે જરૂરી છે.જો કે વરસાદી તુમાં ગોલ્ડન બ્રીજ વરસાદી પાણીના ધોવાણથી વધુ ગાબડાં ન પડે અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે જરૂરી છે.