ભરૂચના શ્યામવિલા કોમપ્લેક્સના વીજમીટરો શોર્ટસર્કિટના કારણે આગ
-15 વીજ મીટરોમાં આગઃફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં આવી
ભરૂચ તા.20 જાન્યુઆરી 2020 સાેમવાર
ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પ્લેક્ષના ૧૫થી વધુ વીજ મીટરોમાં અચાનક જ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.શ્યામવિલા કોમ્પ્લેક્ષ દોઢ વર્ષ જુનું છે છતાં પણ વીજ મીટરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
ભરૃચના દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામવિલા કોમ્પ્લેક્ષના એ-1 વિંગના વીજ મીટરોમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગવાના પગલે શ્યામવિલા કોમ્પ્લેક્ષના સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. બીજી બાજુ ૧૫થી વધુ વીજ મીટરોમાં ભભૂકી ઉઠેલ આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકોએ અગ્નિશામક સાધનો વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
તે દરમ્યાન બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને થતાં ફાયર ફાઇટરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ફાયર ફાઇટરો આવે તે પહેલા જ સ્થાનિકોએ ભારે જહેમતથી સમગ્ર આગ પર કાબૂ મેળવી લીધો હતો. શ્યામવિલા કોમ્પ્લેક્ષના વીજ મીટરોમાં આગ લાગવાના કારણે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.વીજ મીટરોમાં શોર્ટ સકટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
-ફાયર એકસ્ટીંગ્વિશરના કારણે આગ કાબૂમાં આવી
ભરૂચની સામે આવેલા કોમ્પલેક્સમાં વીજ મીટરોમાં શોટસકટથી આગ કાબુ લેવા માટે કોમ્પ્લેક્સમાં રહેલા ફાયર એકસ્ટીંગ્વિશરના કારણે સ્થાનિકો કાબુમાં લેવામાં સફળ થયા હતા.આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઇ નથી