ઝાડેશ્વર રોડ પર ધોળે દિવસે ગાડીનો કાચ તોડી બેગની ઉઠાંતરી
- ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટી.વી.કેમેરા માં કેદ
ભરૂચ તા.4 જાન્યુઆરી 2020 શનિવાર
ભરૂચના ઝાડેશ્વર રોડ વાહનો અને રાહદારીઓથી સતત ધમધમતા ભરૂચના ઝાડેશ્વર રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડી ગઠિયો બેગની ઉઠાંતરી કરી જવાની બનવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
ઝાડેશ્વર થી જ્યોતિનગર તરફ આવવાના મુખ્ય માર્ગ ઉપર એક કાર ચાલક વરુણ વસાવા પોતાની કાર રાધાકૃષ્ણ સોસાયટી પાસે પાર્ક કરી પોતાના કામ અર્થે નજીક માં ગયા હતા તે દરમિયાન તેઓની કારનો કાચ તોડી તેમાં રહેલ બેગની ઉઠાંતરી ગઠિયો કરી ગયો હતો. હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે . સીસીટીવી કેમેરાના આધારે કારચાલકે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ના ચક્રો ગતિમાન કર્યા છે . બેગમાં રોકડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ હતાં.
ભરૃચમાં ત્રણ દિવસમાં આ રીતે પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી કરવાની બીજી ઘટના બનતા કોઈ ગેંગ સક્રિય થઈ હોવાનું માનાઇ રહ્યું છે ત્યારે પોલીસને સફળતા ક્યારે મળે છે તે જોવું રહ્યું.