અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધારીયાધારી ગેંગનો આતંક
-જીઆઇડીસીની સુરક્ષા પર સવાલો ઉઠયાઃ ચોરીની ઘટના કંપનીનાં સીસીટીવી કેમેરામાં કેદ
અંક્લેશ્વર તા.4 ફેબ્રુઆરી 2020 મંગળવાર
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં ચાર ઉદ્યોગોમાં એકજ રાતમાં ધારીયા ધારી ગેંગે ચોરીને અંજામ આપીને આતંક મચાવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ખ્વાજા ચોકડી પાસે આવેલ રિધ્ધી સિધ્ધી કેમિકલ્સ , કોહિનૂર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ , પ્રિન્ટેડ કેમિકલ તેમજ ડેકન એગ્રીટેક કંપનીમાં રાત્રી દરમિયાન ધારીયા ધારી ગેંગ ત્રાટકી હતી , અને ઉદ્યોગોમાં પ્રવેશ કરીને રિધ્ધી સિધ્ધી કેમિકલ્સની ઓફિસ માંથી રૃપિયા 2000 , કોહિનૂર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માંથી રૃપિયા 5000 , પ્રિન્ટેડ કેમિકલ માંથી રૃપિયા 2500 તેમજ ડેકન એગ્રીટેકની ઓફિસ માંથી રૂ.30,000 રોકડની ચોરીને અંજામ આપ્યો હતો.
જોકે ચોરીની ઘટના કંપનીનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી , રિધ્ધી સિધ્ધી કેમિકલ્સનાં ઉમેશ ગોંડલીયાએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી , જો કે ઔદ્યોગિક વસાહતમાં થતા પોલીસ પેટ્રોલિંગ તેમજ ખાનગી સુરક્ષાઓ પર પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે.