નર્મદા સંગમ દરિયામાં ઝેરી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરો
-જનતા દરોડો પાડશેની માછીમાર સમાજની ચીમકીઃમાછલાઓ મોતને ભેટતા હોવાના આક્ષેપ
ભરૂચ તા.9 માર્ચ 2020 સાેમવાર
ભરૂચ જિલ્લાનો દહેજ ખાતે આવેલા જી આઇ ડી સીની કેમિકલ એસ્ટેટ દહેજ તેમજ વિસ્તારમાં આવેલા તમામ કેમિકલ બનાવતાં ઉદ્યોગોમાંથી તેમ જ સમગ્ર વિસ્તારમાંથી ઓગી ઝેરી કેમિકલ વાળા ગંદા પાણીની પાઈપ લાઈન કે જેનું સંચાલન જી આઇ ડીસી હસ્તક છે.તે કંપનીઓ નર્મદા સંગમ દરિયાકિનારે કેમિકલયુક્ત પાણી છોડાતા હોવાના કારણે માછીમારોની માછલીઓ મોતને ભેટી હોવાના આક્ષેપ સાથે માછીમારોએ નર્મદા નદીમાં કેમિકલ છોડનારા ઉદ્યોગકારો સામે પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી .
ભરૃચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ૩૦ /4-19ના રોજ ભરૃચ શહેર તથા ભરૂચ તાલુકાથી જાગેશ્વર વાગરિ મીઠીતલાઈમાં નર્મદા સાગર સંગમ સુધીની 50 કિ.મી.ની મા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું ભરૂચ જિલ્લાને ગુજરાત રાજ્યમાં સમસ્ત ભરૃચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા આયોજન કરેલું હતું.તેમાં પણ મા નર્મદા સંગમમાં ઉદ્યોગોનું પ્રદૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ જીઆઇડીસી દ્વારા આજદિન સુધી નર્મદા નદીમાં અને નર્મદા સાગર સંગમ માં કિનારી ઝેરી કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં આવેલું નથી.જથી સમસ્ત ભરૃચ જિલ્લા માછીમાર સમાજના માછીમારોના વ્યવસાયમાં જીઆઇડીસીના ઝેરી કેમિકલ દ્વારા પાણીના પ્રદૂષણને કારણે માછલીઓની પડતર માં ઘટાડો થઈ રહ્યો છે.માછલીઓ નું બિયારણ ઈંડા ફુટવાની સાથે જ મરણ પામે છે.નદી અને દરિયાકિનારે લાખો કરોડોની સંખ્યામાં ઢગલેબંધ માછલીઓનું બિયારણ રોજ-બરોજ પડેલું જોવા મળે છે .તેનું એકમાત્ર કારણ નર્મદા નદી અને સાગર સંઘમાં દહેજ જીઆઇડીસી અને વિલાયત જીઆઇડીસી હજારો કંપનીનો ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલવાળું પાણી સીધું કિનારે છોડી દેવામાં આવે તેના લીધે દરિયાઈ જીવસૃષ્ટિ પર્યાવરણ અને માછીમારોનું મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.
ભરૃચ જિલ્લાના દહેજ ખાતે આવેલ જી.આઇ.ડી.સી કેમિકલ એસ્ટેટ એસ.ઈ.ઝેડવિલા તેમજ દહેજ વિસ્તારમાં આવેલા તમામ કેમિકલ બનાવતાં ઉદ્યોગોમાંથી તેમજ અન્ય વિસ્તારમાંથી ઔદ્યોગિક ઝેરી કેમિકલ વાળા ગંદા પાણીની પાઈપ લાઈન કે જેનું સંચાલન જીઆઇડીસી હસ્તક છે.તેમના દ્વારા નર્મદા સંગમ દરિયાકિનારે છોડવામાં આવતા ઝેરી કેમિકલ વાળા ગંદા પાણીને તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ ઉઠવા પામી છે.પ્રદૂષિત પાણી કેમિકલ ઉદ્યોગો દ્વારા બંધ કરવામાં નહીં આવે તો માછીમાર સમાજ દ્વારા આવનારા સમયમાં જનતા રેડ કરવામાં આવનાર હોવાની ચીમકી આવેદનમાં આપી છે.