અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા
-રૂ.1.50 લાખ મુદ્દામાલ ચોરી કરી ફરાર
અંક્લેશ્વર તા.22 ફેબ્રુઆરી 2020 શનિવાર
અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટરની બે દુકાનોમાં તસ્કરોએ હાથનો કસબ અજમાવ્યો હતો.અંદાજીત રૃ.૧.૫૦ લાખ ઉપરાંતની માલમત્તા ની ચોરીને અંજામ આપી ચોર ફરાર થઇ ગયા હતા. એક કાર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
અંકલેશ્વર જી આઇ ડી સીની પ્રતિન ચોકડી પાસે આવેલા મયુર શોપિંગ સેન્ટરની વિજય એન્જીનિયરિંગ કંપનીની દુકાનનું રાત્રીએ તસ્કરોએ શટર તોડયુ હતુ , અને દુકાનમાં પ્રવેશ કરીને ગન મેટલ બુશીંગ , લોખંડની પુલી તેમજ રોકડા રૂ.6૦૦૦ મળીને અંદાજીત રૂ.1.50 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હતો.
આ ઉપરાંત નજીકમાં જ આવેલી ભાવેશ શોપિંગ સેન્ટરની અરીહંત મેટલનું શટર તસ્કરોએ તોડયું હતુ, જોકે ત્યાંથી ચોરને હાથ કંઈક જ લાગ્યુ ન હોતુ. ઘટના અંગે વિજય એન્જીનિયરિંગ કંપનીનાં કનૈયાલાલ બેરાવાલા એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.વધુમાં દુકાનની નજીકમાં લાગેલા સી સી ટીવી કેમેરામાં એક કાર કેદ થઇ હતી. જેના આધારે તસ્કરોનું પગેરુ મેળવવા માટેનાં પોલીસે પ્રયાસો શરુ કર્યા હતા.