અંકલેશ્વર પંથકમાં ત્રણ જગ્યાએ તસ્કરોનો હાથફેરો
અંક્લેશ્વર તા.10 નવેમ્બર 2019 રવીવાર
અંકલેશ્વર તાલુકાનાં બોઈદરા અને જીઆઇડીસીનાં રાધેપાર્કમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બાનવીને તરખાટ મચાવ્યો હતો જ્યારે સનપ્લાઝ એપાર્ટમેન્ટનાં પાકગમાંથી ઇકો કારની ઉઠાંતરી કરીને વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાનાં બોઈદરા ગામ ખાતે રહેતા મહાવીરસિંહ પહાડસિંહ ડોડીયા પોતાના પરિવારજનો સાથે તા .10 મી સાસરી અનીજરા ગામ તાલુકો નાંદોદ ખાતે ગયા હતા. તે દરિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી માંથી સોના ચાંદીનાં ઘરેણા મળીને કુલ રૂ.72,00 નો મુદ્દામાલ ચોરીને ચોર ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.
જ્યારે અન્ય એક ચોરીનો બનાવ અંકલેશ્વર જી આઇડી સી પોલીસ મથકમાં નોંધાવા પામ્યો હતો . જેમાં રાધે પાર્ક સોસાયટીમાં મકાન નંબર 28 એ / બીમાં રહેતા કમલેશ ડાહ્યાભાઈ પટેલનાં ઓ પરિવારજનો સાથે વડતાલ ખાતે ધામક પ્રસંગમાં ગયા હતા . તે સમય દરમિયાન તેમનું ઘર બંધ રહેતા તસ્કરોએ ઘરનાં મુખ્ય દરવાજાની ગ્રીલનો નકુચો તેમજ દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી સહિતની જગ્યા પર મુકેલા સોના ચાંદીનાં દાગીના મળીને કુલ રૂ.1.90 લાખની મત્તાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી હતી.
આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલા સન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ જૈનએ પોતાની ઇકો કારને એપાર્ટમેન્ટના પાકગમાં પાર્ક કરી હતી. જેને રાત્રીના તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે પાકગ સ્થળે ઇકો કારના નજરે પડતા તેની ચારે કોર શોધખોળ આરંભી હતી. અંતે નહીં મળતા જી આઇ ડી સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.