Gujarat

જંબુસરમાં શ્રીજીની વિસર્જનયાત્રા નીકળીઃનાગેશ્વર તળાવમાં વિસર્જન

By GS Team
8 Sep 20191 min read
This article was originally published on 8 Sep 2019
જંબુસરમાં શ્રીજીની વિસર્જનયાત્રા નીકળીઃનાગેશ્વર તળાવમાં વિસર્જન

જંબુસર તા.8 સપ્ટેમ્બર 2019 રવીવાર

જંબુસર નગરના જુદા જુદા વિસ્તારોમાં પ્રસ્થાપિત શ્રીજી પ્રતિમાઓનું ૬ દિવસના આતિથ્ય પછી ભાવભરી વિદાય અપાઇ હતી.  મોડીરાત સુધી શ્રીજીભક્તો વરસાદના વિઘ્ન વચ્ચે દર્શનાર્થે ઉમટી પડયા હતા. 

શ્રીજીની વિસર્જનયાત્રા આજે સવારથી નીકળી હતી. પઠાણી ભાગોળ વિસ્તારના કાળકામાતા મંદિર પાસે નાગેશ્વર તળાવ ખાતે પહોંચી હતી બપોરબાદ વિસર્જન યાત્રામાં સામેલ થયેલા ૧૮ મંડળોના શ્રીજીની વિસર્જનયાત્રા મ ડીજે તથા ઢોલ, ત્રાંસાના તાલે નીકળી હતી.

ભાગલીવાડ તથા ભુતફળીયાના શ્રીજીની સવારી ઠોળાવ ફળીયાના નાકે આવી પહોંચતા શહેર કાઝી સહિત મુસ્લીમ આગેવાનોએ સવારીનું અભિવાદન કર્યુ હતું. નગરના કોટ દરવાજા ખાતે વિસર્જનયાત્રામાં આવી પહોંચી હતી. નિર્ધારીત માર્ગે પ્રસ્થાન કર્યું તે પૂર્વે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ,  સહિતના આગેવાનોએ શ્રીજીનું પુષ્પહાર અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. 

 વિસર્જનયાત્રા સોની ચકલા, લીલોતરી બજાર, ગણેશચોક, પઠાણીભાગોળ થઇને નાગેશ્વર તળાવે પહોંચી વિરામ પામી હતી.