કાકડકુઈમાં શાળા અને પંચાયતોના જર્જરિત મકાનો અસામાજિક તત્વોના અડ્ડા
-મકાનો તોડી પાડી કાટમાળની હરાજી કરવાની રજૂઆત તંત્ર કાને ન ધરાતાં મકાનોનો સામાન સગેવગ
નેત્રંગ તા.2 ડિસેમ્બર 2019 સાેમવાર
નેત્રંગ તાલુકાના કાકડકુઈ ખાતે ભરૃચ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય, શિક્ષણ તેમજ પંચાયતના મકાનો થતા તેને જમીનદોસ્ત કરી તેના કાટમાળની હરાજી કરવા ગ્રામજનોની માંગણી હોવા છતાં તંત્રે કોઈ પગલાં નહી ભરતાં પ્રજામાં રોષ ફેલાયો છે.
હાલ આ મકાનોમાંથી સામાન ચોરાઈ રહ્યો છે. તેમજ અસામાજિક તત્વો તેમાં અડીંગો જણાવી બેઠા છે. કાકડકુઈના રહીશ નિવૃત્ત પ્રાધ્યાપકનાં જણાવ્યા મુજબ 1952 બાંધેલા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા નવી વસાહત વિસ્તારમાં નવી મોડેલ સ્કુલ બનાવાઈ છે. શાળામાં 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
1070 ની આસપાસ ભરૃચ જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયત કચેરી અને તલાટીનું મકાન બાંધેલુ હતુ. તે જર્જરિત થતાં પંચાયત ભવન અને તલાટી નિવાસ નવા બાંધ્યા છે. કાકડકુઈમાં આ તમામ જર્જરિત મકાનોને સ્થાને નવા અદ્યતન સુવિધા મકાનો બનાવવામાં આવ્યા છે. જર્જરિત મકાનો જમીનદોસ્ત કરવા તેમજ તેમાં કાટમાળની હરાજી કરવા ગ્રામજનોએ રજૂઆત તંત્રને કર્યા પછી પણ તે તરફ ધ્યાન અપાતુ નહી હોવાથી મકાનોના સામાન સગેવગે થઈ રહ્યો છે.