રવિવારે આર.ટી.ઓ કચેરી ચાલુ રહેતા ભરૂચના વાહન ચાલકોને રાહત
-લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવતાં એ.આર.ટી.ઓઃ હંગામી કલેક્શન સેન્ટર ખોલવા માંગ
ભરૂચ તા.22 સપ્ટેમ્બર 2019 રવીવાર
નવા વેહિકલ એક્ટના અમલના પગલે વાહનચાલકોની હાલાકી નિવારવાના પ્રયાસ રૃપે રવિવારે પણ ભરૃચ સહિત સમગ્ર રાજ્યની આર.ટી.ઓ. કચેરી ચાલુ રહેતા લોકોએ તેની સરાહના કરી હતી.
16 મી સપ્ટેમ્બરથી રાજ્યસરકારે નવા વેહીકલ એક્ટનો અમલ કરવાની જાહેરાત કરતા પીયુસી, લાયસન્સ, હેલ્મેટ, ઇન્સ્યુરન્સ માટે વાહનચાલકોમાં દોડધામ મચી વા પામી હતી. જેના પગલે તેના અમલમાં સરકારે પીછેહઠ કરી 15 મી ઓક્ટોબર સુધી તેમાં આંસિક છૂટ આપી છે.
આ દરમિયાન લોકો લાયસન્સ પીયુસી, ઇન્સ્યુરન્સ તેમજ હેલ્મેટની કામગીરી પૂર્ણ કરી શકે તે માટે નવા સેન્ટર ખોલવા સહિત રવિવારની રજાના દિવસે પણ આર.ટી.ઓ. કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરાતાં ભરૃચ આર.ટી.ઓ. કચેરી ખાતે તમામ સ્ટાફતેઓની ફરજ પર હાજર હોવાનું ભરૃચના એ.આર.ટી.ઓ. એ જણાવી લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
ભરૃચ આર.ટી.ઓ. કચેરી ખાતે લર્નીંગ લાયસન્સ માટે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફી ભરવા આવનાર વાગન ટાસત ,ક્વક હીઢી ગોવાથી તેઓ ફી ભરીશક્યા નહીં હોવાથી સીસ્ટમને અપગ્રેડ કરવા તેમજ આવા કિસ્સાઓમાં દંડમાંથી મુક્તિ આપવાની તે ઉપરાંત આ માટે હંગામી ધોરણે ભરૃચ શહેરમાં આ પ્રકારની કામગીરી માટે સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા.
આર.ટી.ઓ. કચેરી ખાતે કામકાજ માટે રવિવારની રજાનો ઉપયોગ કરી આવેલા અન્ય વાહન ચાલકોએ રવિવારે આર.ટી.ઓ. કચેરી કાર્યરત રાખવાના નિર્ણયને આવકાર્યો હતો.