પરણીતા અને તેના બાળકોને મારી નાંખવાની ધમકી આપી 5 વર્ષ સુધી દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ
પોલીસે સારંગપુર ગામના લલ્લન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ: અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની પરણીતાએ સારંગપુરના શખ્સ સામે બળાત્કારની ફરીયાદ નોંધાવી છે. સારંગપુરની અંજનીધરા સોસાયટીમાં રહેતા લલ્લન સુખનંદન પાલ નામના વ્યકિતએ આ પરિણીતાના પતિની ગેરહાજરીમાં 2016થી 2021 સુધીમા પરણીતા અને તેના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની ફરીયાદના આધારે પોલીસે લલ્લન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.