ભરૂચમાં વરસાદી વાતાવરણ જળવાયુંઃવ્યાપક વર્ષા
- નેત્રંગમાં સૌથી વધુ 69 મીમી વર્ષા અને જંબુસરમાં સૌથી ઓછી 2 મીમી વર્ષા
ભરૂચ, તા.30 જૂન 2019, રવિવાર
ભરૂચ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ જળવાઇ રહ્યુ હતુ. જિલ્લામાં થયેલી વ્યાપક વર્ષામાં નેત્રંગમાં સૌથી વધુ ૬૯ મીમી વર્ષા અને જંબુસરમાં સૌથી ઓછી ૨ મીમી વર્ષા નોંધાઇ હતી. જ્યારે વાગરામાં ૩ મીમી અને આમોદમાં ૪ મીમી વર્ષા નોંધાઇ હતી.
ભરૂચ જીલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહાેલની જમાવટ રહેવા પામી હતી. મોડી રાત્રે અને સવારે કંઇક અંશે વરસાદ વરસ્યો હતો. ભરૂચ જીલ્લામાં બે દિવસથી રાતે ત્રાટકતા મેઘરાજાએ ત્રીજી રાત્રે ફરજ બજાવી હતી અને શહેર જીલ્લામાં વધતા ઓછા અંશે પોતાની હાજરી નોધાવી હતી. જેમાં અન્ય તાલુકાઓમાં વરસેલો વરસાદઆ પ્રમાણે રહ્યો છે. ભરૂચમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૧૫ મીમી, હાંસોટમાં ૧૪ મીમી, વાલીયામાં ૨૩ મીમી તેમજ ઝઘડીયામાં ૧૩ મીમી વરસાદ નોધાયો હતો.
રાત્રિ બાદ રવિવારની સવારે પણ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. જો કે દશ પંદર મિનીટમાં જ વરસાદે વિદાય લેતા ભારે વરસાદની આશા ઠગારી નીવડી હતી.
ભરૂચ જિલ્લાના ભરૃચમાં ૧૩ મીમી અને અંકલેશ્વરમાં ૬ મીમી વરસાદ રવિવારના સવારના ૬ થી બપોરના ૨ કલાક સુધીમાં નોધાયો હતો. અન્ય તાલુકાઓમાં વરસાદ વરસ્યો ન હતો. વરસાદે વિરામ લેવા છતા સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ હતું.