Gujarat

ભરૂચ જિલ્લામાં નવા 14 કોરોના પોઝિટિવ કેસ

By GS Team
15 Jul 20201 min read
This article was originally published on 15 Jul 2020
ભરૂચ જિલ્લામાં નવા 14 કોરોના પોઝિટિવ  કેસ

ભરૂચ તા.15 જુલાઇ 2020 બુધવાર

ભરૂચ જિલ્લામાં સતત કોરોના વકરી રહ્યો છે.જેને નાથવા માટે તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે .આજે વધુ નવા 14  કોરોના પોઝિટિવ દર્દી સાથે ભરૂચ જિલ્લાનો આંકડો 521  ઉપર પહોંચી ગયો છે.ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ ને નાથવા માટે તંત્રએ કઠિન પગલા ભરવાની જરૂર જણાઈ રહી છે. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવ્યો છે. ભરૂચ જિલ્લામાં   કોરોનાએ આતંક મચાવ્યો હોય તેમ ભરૃચ જિલ્લામાં સતત કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં આજે નવા 14 કોરોના કેસ નોંધાયા હતા .

જેમાં ભરૂચ 4 આમોદ 1 અંકલેશ્વર 7 જંબુસર 1 વાલિયા 1 મળી કુલ 14  કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે ભરૂચ  જિલ્લાનો કુલ આંકડો 521  ઉપર પહોંચી ગયો છે. ભરૃચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ ને સારવાર લેવા માટે ફાંફા પડયા છે.

ભરૂચના એક સામાજિક કાર્યકરે ભરૂચ જિલ્લામાં વધુ 200  બેડની કોવિડ હોસ્પિટલ તથા કોરોના ટેસ્ટ લેબ ઊભી કરવામાં આવે તેવી માગણી સાથેે ભરૃચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે કારણકે ભરૂચની હોસ્પિટલો માં કોરોના દર્દીઓની સારવાર થાય તે માટે બેડ પણ ફુલ થઇ ગયા છે .ભરૂચમાં વધુ એક 200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની જરૃર જણાઈ રહી છે.