વાગરામાં ડેપોમાં પાર્ક કરતાં ખાનગી વાહનો સામે પોલીસનો સપાટો
-૧૫થી વધુ વાહન ચાલકોને મેમા ફટકારાયા
વાગરા તા.18 જુલાઇ 2019 ગુરૂવાર
વાગરાના એસ ટી બસ મથક નજીક આડેધડ પાર્ક કરતાં ખાનગી વાહનો સામે સપાટો બોલાવી વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વાગરામાં પાકગની કોઈ સુવિધા નહી હોવાથી લોકો પોતાના ખાનગી વાહનો બજાર તેમજ એસ.ટી બસ મથકમાં આડેધડ પાર્ક કરી દેતા હતા.
જેથી એસ.ટી ડેપોમાં આવતી એનેક બસો તથા મુસાફરોને મુશ્કેલી પડતી હતી. આથી વાગરા એસ.ટી કંટ્રોલર દ્વારા ભરૃચ એસ.ટી જનરલ મેનેજરને રિપોર્ટ કરાતા ડેપો મેનજર દ્વારા પોલીસ તંત્રને ખાનગી વાહનોનું એસ.ટી.ડેપો માંથી પાકગ દૂર કરાવવા ફરિયાદ કરતા વાગરા પોલિસ હરકતમાં આવી ગઇ છે.પોલિસ દ્વારા ૧૫ થી વધુ વાહન ચાલકોને મેમો ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે છેલ્લા સપ્તાહ દરમ્યાન ડેપોમાં ખાનગી વાહનોના થતા પાકગ સામે સપાટો બોલાવતા એસ.ટી ડેપોમાં ખાનગી વાહનો પાર્ક કરાવાનું બંધ થઈ ગયું છે.બજાર તેમજ ડેપો સર્કલ વિસ્તારમાં પણ થતાં પાકગ પર થોડા સમયથી બ્રેક લાગી જતા વાગરાનું બજાર ટ્રાફિકના ભારણથી મુક્ત થયેલુ જણાય છે.
-CISF અને SRPF ની ગાડીઓના પાકગ સામે લોકોનો વિરોધ
વાગરા
વાગરા પોલીસ દ્વારા એસ.ટી.બસ ડેપો અને ડેપો સર્કલ આસપાસ તથા બજારમાં ખાનગી વાહન ચાલકો દ્વારા કરાતા પાકગ સામે કાર્યવાહી કરાઇ છે.વાગરાની જનતાએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા તેમના વાહનોના આડેધડ કરાતા પાકગ સામે વિરોધની સાથે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.