ભરૂચ: એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે સુપર માર્કેટમાં એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઈક લઈને ઉભો છે. આ બાઈક ચોરીની છે. બાતમી મળતા તરત જ એ ડીવીઝન પોલીસના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે ઈ-ગુજકોપ અંતર્ગત તપાસ કરતાં આ બાઈક સુરતના રાંદેર વિસ્તારમાંથી ગયા વર્ષે ચોરાયુ હતું. જેની ચોરીની ફરીયાદ પણ રાંદેર પોલીસ મથકમાં નોંધાઈ છે. બાઈકનો નંબર જીજે 05 એલ ક્યુ 6374 છે. પોલીસે પુછપરછ કરતાં બાઈક લઈને આવેલા અને ભરૂચના બાવા રેહાન નગર પાસે મદીના પાર્ક સોસાયટીમાં રહેતા સાદીક ઉસ્માન પાસે કોઈ કાગળ મળી આવ્યા નહોતા. પોલીસે 15 હજારની કિંમતની પેશન પ્રો ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

