Get The App

બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે જ જુગાર રમતા બે ઝડપાયા, બે ફરાર

રોકડા 35 હજાર બાઈક મળી કુલ 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Nov 13th, 2021

GS TEAM

Google News
Google News
બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે જ જુગાર રમતા બે ઝડપાયા, બે ફરાર 1 - image

ભરૂચ: બી ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એ.બી.ચૌધરી ભરૂચ શહેર બી.ડીવી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા.  દરમ્યાન બાતમીદાર બાતમી મળેલી  કે લીમડી ચોક , ભાથીજી મહારાજના મંદિર ભરૂચ પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો ગેર કાયદેસર રીતે પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે. આ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોએ છાપો મારતાં દ્વારા રેઇડ કરી હતી. 


પોલીસે સંજય ઉર્ફે ચુઇ માનસીંગભાઇ પરમાર રહે , લીમડીચોક , નવી વસાહત , ભરૂચ  તથા કિશનકાન્ત માનસીંગભાઈ પરમાર રહે લીમડી ચોક , ભરૂચનાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં જ્યારે બે લોકો ભાગી છુટ્યા હતાં. પોલીસે પકડાયેલા જુગારીઓની અંગજડતી લેતા ખિસ્સામાંથી 10 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. જ્યારે દાવ પર 25 હજાર લાગ્યા હતાં. આમ 35 હજાર રૂપિયા રોકડા તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૫૦૦૦ / - તથા એકટીવા હોન્ડા જેની કિ.રૂ .૨૫૦૦૦ / - મળી કુલ્લે કિ.રૂ .૬૫,૧૦૦ / -ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.