Get The App

કામ વિના ઘરની બહાર નીકળતા લોકો પાસે રૂ.એક હજારનો દંડ વસૂલાશે

- મનુબર ગ્રામપંચાયત દ્વારા જૂની પદ્ધતિથી ઢોલ વગાડી ગ્રામજનોને જાગૃત કરાયા

Updated: Mar 31st, 2020

GS TEAM

Google News
Google News
કામ વિના  ઘરની બહાર નીકળતા લોકો પાસે  રૂ.એક હજારનો દંડ વસૂલાશે 1 - image

 ભરૂચ  તા.31 માર્ચ 2020 મંગળવાર

 ભરૂચના મનુબર ગ્રામપંચાયતનો લોક ડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ  દાખવ્યો છે .ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનાર પાસે રૂ 1હજારનો દંડ વસુલવામાં આવે છે .

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે.જેનો કડક અમલ કરાવવા ભરૂચ ની મનુબર ગ્રામ પંચાયત આગળ આવી છે.ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બોર્ડ લગાવી કોઈ  જરૃરી કામ વગર ઘરની બહાર ન નીકળવા આદેશ  આપ્યા છે .

આદેશનું ઉલ્લંઘન કરનાર પાસે રૂ.1  હજારનો દંડ વસુલવામાં આવે છે.જમા થયેલા દંડની રકમનો ગામના વિકાસના કાર્યમાં ઉપયોગ કરાશ.બીજી તરફ જૂની પદ્ધતિ અનુસાર ઢોલી ગામની ગલીએ ગલીએ ફરે છે .ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા સાથે નિયમો અંગેની જાણકારી આપે છે.ગામમાં પાદર પાર લોકો બેસી રહે છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઠેર ઠેર ઓઈલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેરમાં બેસતા અટકાવવામાં આવી રહ્યા છે.

Tags :