અંકલેશ્વરમાં બીડી પીતા પરિક્રમાવાસી શરીરે દાઝ્યા
અંકલેશ્વર તા.21 ફેબ્રુઆરી 2020 શુ્ક્રવાર
અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં ૫૫ વર્ષીય પરિક્રમાવાસી બીડી પીવા જતાં તેઓ શરીરે દાઝી ગયા હતા.
નર્મદા મૈયાની પરિક્રમા માટે નીકળેલા 55 વર્ષીય ઢોંધુ મુરલીધર સોનારા અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.
શિવરાત્રિના દિવસે સવારે તેઓ અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર બીડી પી રહ્યા હતા. તે દરમિયાન બીડીના કારણે તેમના કપડામાં અચાનક આગ લાગી હતી. જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ૧૦૮ સેવાની મદદથી સારવાર માટે ભરૃચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી.