અંકલેશ્વરના પદ્માવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો
-આરોપીને સ્થાનિક રહીશોએ ઝડપી પોલીસને સોપ્યો
અંક્લેશ્વર તા.23 ડિસેમ્બર 2019 સાેમવાર
અંકલેશ્વર પદ્માવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિઅ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી , જે ઘટનામાં હત્યારા પતિને સ્થાનિક લોકોએ ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો.
અંકલેશ્વર તાલુકાનાં પદ્માવતી નગરનાં જી - ૩ , મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાશી દિલદારસિંહ ઉર્ફે મોનુસિંહ બચ્ચુસિંહ સિકરવાર ને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીનાં આડાસંબંધ હોવાની શંકા હતી . જેને કારણે દિલાવરસિંહે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઘટના અંગે સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા તપાસ શરુ કરી હતી .સ્થાનિક લોકોએ હત્યારા પતિ દિલાવરસિંહને ઝડપી લીધો હતો .જીઆઇડીસી પોલીસને હવાલે કરી દીધો હતો.પોલીસે દિલાવરસિંહની ધરપક્ડ કરી તપાસ શરુ કરી હતી.