વાલિયા નજીક કાર પલ્ટી મારતા એક વ્યક્તિનું મોતઃ ત્રણને ઈજા
વાલિયા તા.25 માર્ચ 2020 બુધવાર
વાલિયા નજીક કાર પલ્ટી મારી જતા કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું.જયારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વાલિયાના ડહેલી ગામે રહેતા રવિરાજસિંહ ખેર આઈ ટ્વેન્ટી કારમાં પ્રિયાંશ કાકુ,અજય પંચાલ.ભાર્ગવ ચૌહાણ ચારેય જણા કામ અર્થે વાલિયા જતા હતા. વાલિયા નજીક ભુજિયાવાડ પાસે અચાનક તેઓની કાર પલ્ટી મારી જતા કારમાં સવાર ભાર્ગવ ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
જયારે કાર ચાલક રવિરાજસિંહ ખેર,પ્રિયાંશ કાકુ, અજય પંચાલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની જાણ વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.