ભરૂચમાં આજથી ધો .૧ થી ૫ ના ઓફલાઈન વર્ગો માં શરૂ કરાયા
ભરૂચ: આજથી તા 22/11/21ના રોજથી જિલ્લાની આશરે 1250કરતા વધુ પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણની શરૂઆત થઈ છે. જોકે પ્રથમ દિવસે પ્રાથમિક શળાઓમાં વિદ્યાર્થીઓની ખુબ ઓછી સંખ્યા જણાઈ હતી.
ઓફ લાઈન વર્ગો શરૂ કરવાનાં રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી તેની અમલવારી શરૂ થઈ છે. જિલ્લા પંચાયતની 888 તેમજ અન્ય પ્રાથમિક શાળાઓ મળી કુલ 1250 કરતાં વધુ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. કોરોના મહામારીના સમયે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું નહોતું. બાળકોને માત્ર ઓન લાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. આશરે 2 વર્ષ બાદ ફરી ઓફ લાઈન એટલે કે શાળા ખાતે અભ્યાસ ની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ઓન લાઈન શિક્ષણનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે શાળાઓની સખ્યા ઓછી હોવાનું જાણવા મળ્યું છે. શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણની શરૂઆત થતા સ્કુલ વરદી ઘરાવતા રીક્ષા ચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે સ્કૂલના કર્તા હર્તાઓ, વાલીઓએ કોરોના ગાઈડ લાઈનના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે એમ શિક્ષણ તત્ર દ્વારા જણાવાયું છે.

