Get The App

મૂસાફરોના ધસારાને પહોંચી વળવા ST દ્વારા નવી 36 ટ્રીપ શરૂ કરાઈ

Updated: Nov 2nd, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: તહેવારોમાં લોકો પોતાના વતન માટે જાય છે. મૂસાફરનો ધસારાને પહોંચી વળવા  એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. દિવાળીના તહેવારોમાં લોકોને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે ST તંત્ર દ્વારા 30મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. ભરૂચના અલગ અલગ ડેપોમાંથી નવી 32 ટ્રીપ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચના GNFC ડેપો અને અંકલેશ્વર GIDC ખાતેથી સૌરાષ્ટ્ર,પંચમહાલ, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક્સ્ટ્રા ટ્રીપો દોડાવશે.ભરૂચના ડિવિઝન કંટ્રોલર સી.ડી.મહાજન જણાવ્યું કે,જયારે કોઈ કંપની અથવા વ્યકતિઓના ગ્રુપ દ્વારા 51 સીટનું ગ્રુપ બુકીંગ કરવામાં આવશે તો તેને પોતાના ઘરેથી ગામના ઘર સુધી નોન સ્ટોપ એસ.ટી બસ સેવાનો લાભ મેળવી શકાશે.

Tags :