નવા તવરા ગામે અનાજ ઓછું પડતાં કેટલાક લોકો અનાજ પરત મૂકી ગયા
-પરત કરેલું અનાજ કોઈને ઉપયોગમાં ન આવે તેમ ઘઉં અને ચોખા ભેળસેળ કરી આપ્યા
ભરૂચ તા.4 એપ્રિલ 2020 શનિવાર
ભરૂચના નવા તવરા ગામ ખાતે અનાજ ધારક દ્વારા વિચિત્ર કામ કર્યું હોવાની ઘટના સામે આવી હતી પણ આ જ ધારકોને અનાજ ઓછું પડતાં કેટલાક અનાજ ધારકો પોતાનું અનાજ પરત મૂકી આ અનાજ સરકારને આપજો તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો .
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ આ અનાજ ઓછું આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે અનાજ લેનારાઓ માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સરકાર ગરીબોનીમજાક ઉડાવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો અનાજ સ્કૂલમાં પરત આપી ગયા હતા .બાળકોના વાલીઓ ને અનાજ ઓછું પડવાથી શાળામાં આવી શિક્ષકો ને પરત કરી જતા શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા .
વાલીઓ પરત તો કરી ગયા પણ સાથે ઘઉં અને ચોખા ભેગા કરીને શિક્ષકને આપી ગયા,હવે એ અનાજ કોઈને કામ લાગવાનુ નથી,હજુ પણ આવી માનસિકતા જોવા મળે છે ઓછું પડેલું અનાજ લોકો પરત તો કરી ગયા પરંતુ તે અનાજ કોઈને ઉપયોગમાં ન લેવાય તે રીતે ઘઉં અને ચોખા ભેળસેળ કરીને આપી જતા શાળાના શિક્ષકો પણ ચિંતાતુર બન્યા હતા. સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ અપાઇ રહ્યું છે અને તે અનાજમાં પણ ગોબાચારી થતી હોવાના આક્ષેપ ના પગલે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે .