ભરુચમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટમાં 5 શ્રમિકોના મોત બાદ તંત્રની મોટી કાર્યવાહી, ક્લૉઝર નોટિસ ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Blast News : ગુજરાતના ભરુચ જિલ્લામાંથી એક કરુણાંતિકાના અહેવાલ સામે આવ્યા છે. કાળજુ કંપાવતી આ દુર્ઘટનામાં ભરુચની વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની એક ફાર્મા કંપનીમાં મોડી રાતે 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના કારણે 5 શ્રમિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય 6ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. કંપનીમાં હાઈડ્રોજિનેશનની પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટની ઘટના બની હતી. હવે આ મામલે તંત્રએ કાર્યવાહી હાથ ધરતાં કંપનીને ક્લૉઝર નોટિસ પણ ફટકારી દીધી છે.
એવો પ્રચંડ ધડાકો કે ધરા ધ્રૂજી ઊઠી
માહિતી અનુસાર મોડી રાતે અચાનક જ પ્રચંડ ધડાકો થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય તે રીતે ધરા ધ્રૂજી ગઈ હતી. લગભગ આજુબાજુના 15 કિ.મી. જેટલા વિસ્તારમાં આ ધડાકાનો અવાજ સંભળાયો હતો. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલમાં ઘાયલ શ્રમિકોની સારવાર ભરુચની એપીએક્સ હોસપિટલમાં ચાલી રહી છે. જ્યારે મૃતકોના મૃતદેહોને ભરુચની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
શુક્રવારે મોડી રાતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે મશીનરીના પાર્ટ્સ અને ફેક્ટરીના શેડનો કૂચડો બોલાઈ ગયો હતો. આજુબાજુની વસતીના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે રિએક્ટરમાં બ્લાસ્ટને કારણે ગેસ ગળતર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
જયદીપ પટેલ (27 વર્ષ)
અનિકેત કુમાર (24 વર્ષ)
અર્જુન રામ સિંહ (20 વર્ષ)
વૃંદ તાલવિયા
એકની ઓળખ હજુ થવાની બાકી




