Get The App

ભરૂચના મહમદપુરા પાસે ટ્રકની અડફેટે બાઈક સવાર યુવકને ઇજા

-જાહેર માર્ગેા ઉપર ઇટો ,રેતી અને કપચીના ઢગલાઓથી વાહન ચાલકો પરેશાન

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
ભરૂચના મહમદપુરા પાસે ટ્રકની અડફેટે  બાઈક સવાર યુવકને  ઇજા 1 - image

ભરૂચ તા.16 ફેબ્રુઆરી 2020 રવીવાર

ભરૂચના બાયપાસ ચોકડીથી મહમદપુરા સર્કલ સુધીના માર્ગ ઉપર કેટલા કોન્ટ્રાક્ટરો જાહેર માર્ગો ઉપર જ ઈંટો ,રેતી, કપચીનો વ્યવસાય કરી દબાણ કરી રહ્યા હોવાના કારણે વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ટ્રક ચાલકે એક  બાઈક ચાલકને અડફેટે લેતા  તેને ગંભીર અવસ્થામાં  સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

 ભરૂચની બાયપાસ ચોકડી તરફથી આવેલી રેતી ભરેલી ટ્રકના ચાલકે સંતોષી વસાહત નજીક  કુકરવાડાના  બાઈક  ચાલક  યુવક પ્રકાશ ભાઈ પટેલને  અડફેટમાં લેતા ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેને ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તને  સારવાર માટે ભરૃચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો  જ્યાં તેની હાલત અત્યંત નાજુક લાગતા  તેને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સ્થળ પર લોકટોળા એકત્ર થઇ  જતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ટ્રક  ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 બાયપાસ ચોકડીથી મહમદપુરા સર્કલ સુધીના  મુખ્ય માર્ગ ઉપર કેટલાક બેજવાબદાર કોન્ટ્રાક્ટરો જાહેર માર્ગ  ઉપર જ ઈંટો ,રેતી અને કપચીના ઢગલાઓ કરી જાહેર માર્ગો ઉપર જ વ્યવસાય કરતા વાહન ચાલકો માટે અડચણરૂપ  સાબિત થઈ રહયા છે કારણ કે જાહેર માર્ગો ઉપર જ  ઈંટો રેતીની ડમરી ઉડવાથી આંખોમાં લાગવાના કારણે  કેટલાક વાહન ચાલકો સ્ટિયરિંગ પરનો કાબૂ  ગુમાવી દેતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે .

એક તરફ જાહેરમાર્ગો પહોળા કરવા માટે તંત્ર કવાયત કરી રહી છે .બીજી તરફ જાહેર માર્ગો ઉપર જ ઇંટો અને રેતીના તથા કપચીના ઢગલા  કરી ગેરકાયદે  રીતે દબાણ કરી વ્યવસાય કરી રહ્યા હોવા સામે  પોલીસ અને આરટીઓના મૌન સામે લોકોમાં  આક્રોશ  ફાટી નીકળ્યો  હતો. ટ્રક ચાલકે કરેલા અકસ્માતના પગલે આસપાસના લોકો એકત્ર થઇ જતાં વાતાવરણ ગરમાયું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસે  સમયસર સ્થળ ઉપર દોડી આવી મામલો થાળે પડયો હતો .

Tags :