Get The App

પડોશી સાથેની નજીવી તકરારે બહારની ઉંડાઇમાં મહિલાએ ફાંસો ખાઇ કરી આપઘાત

Updated: Nov 27th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથેની બોલાચાલીમાં માઠુ લગાડી બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જૂના ભરૂચના બહારની ઉંડાઇ ખારવાવાડની મસ્જીદની બાજુમા રહેતા મહંમદ હુસૈન ગુલાબ મહંમદ શેખ પોતાની મારી પત્ની તથા બે સંતાનો સાથે રહેતા હતા. દરમિયાન તેમની પત્ની સકીનાબાનું ને પડોશમાં રહેતા આસિફાબાનુ સાથે ગટરના પાણી બાબતે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતાં પોતાની જાતે જ તેમના ઘરના રસોડામાં ગળે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાહેરાત પતિ મહંમદ હુસૈન શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપતા જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતકનો લગન ગાળો પાંચ વર્ષનો હોય તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પી.એમ કરાવવા પણ કવાયત હાથધરી હોવાની માહીતી સાંપડી રહી છે.

Tags :