ભરૂચમાં ૩૦ કોરોનાના કેસ સાથે કુલ આંક 765 સુધી પહોંચ્યો
-આગામી તહેવારોમાં કોરોના સંક્રમણ વધવાની આશંકા
ભરૂચ તા.24 જુલાઇ 2020 શુક્રવાર
ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થયો છે .જેના પગલે આરોગ્ય તંત્ર અને જિલ્લા જિલ્લા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે.ભરૂચ જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ ના ૩૦ નવા કેસ મળી આવતા ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો 765 ને પાર પહોંચ્યો છે. આગામી તહેવારોમાં કોરોના કેસની સંખ્યામાં હજી વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળ્યો છે .સવાર થતાંની સાથે જ ભરૂચ જિલ્લો લોકો અને વાહનોથી ધમધમતા જોવા મળી રહ્યો છે . ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે .ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નથી .જેના કારણે જુના જાહેરનામા મુજબ સંધ્યાકાળના સાત વાગ્યા સુધી વેપાર ધંધાઓ ધમધમી રહ્યા છે .બેરોકટોક ભરૂચના જાહેર માર્ગો ઉપર લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે .જેમાં આજે ભરૂચમાં 16 ,અંકલેશ્વર 12, જંબુસર 1 ,હાસોટ 1 મળી કુલ નવા ૩૦ કેસ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં અનેક ધામક તહેવારો આવનાર છે . દશા માતાજીના વિસર્જનમાં લોકો એકબીજાના સંપર્કમાં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે .જાડેશ્વર નીલકંઠેશ્વર નર્મદા ઓવારે દશામાના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાતા આખરે દશા માતાજીને વિદાય કયાં આપવી તે પ્રશ્ન ઊભો થયો છે.જેનું નિરાકરણ આજદિન સુધી જિલ્લા વહીવટીતંત્ર લાવી શક્યું નથી.ભરૂચ જિલ્લામાં કોરોના વધુ ન વકરે તે માટે લોકો હવે નવાં જાહેરનામાંની રાહ જોઈ રહ્યા છે .
દશામાના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા કુત્રિમ કુંડ કે જળકુંડ ઉભા કરાશે ખરા કે પછી ભક્તોએ દશામાને પોતાના ઘરે જ વિસજત કરવા પડશે તેવા પ્રશ્નો પણ આજે લોકોમાં મૂંઝાઈ રહ્યા છે જિલ્લા વહીવટીતંત્ર નવું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ કરશે તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે .