Gujarat

ભરૂચ જિલ્લામાં નવા 8 પોઝિટિવ કેસ આવતા કોરોનાના કેસ 200 ને પાર

By GS Team
27 Jun 20201 min read
This article was originally published on 27 Jun 2020
ભરૂચ જિલ્લામાં નવા 8  પોઝિટિવ કેસ આવતા કોરોનાના કેસ 200 ને પાર

ભરૂચ તા.27 જુન 2020 શનિવાર

ભરૂચ જિલ્લામાં નવા 8 કોરોના પોઝિટિવ સામે આવતા ભરૃચ જિલ્લામાં કોરોના વાયરસના કેસની ડબલ સેન્ચ્યુરી થતા આંકડો ૨૦૩ને પાર થયો છે. ત્યારે ભરૃચ જિલ્લામાં હજુ પણ કોરોના પોઝિટિવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભરૂચ  જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગતરોજ 16 કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આજરોજ વધુ 8  નવા કોરોના પોઝિટિવ આવતા ભરૃચ જિલ્લામાં કોરોનાએ ડબલ સેન્ચ્યુરી પાર કરી 203  પર આંકડો પહોંચ્યો છે. ત્યારે ભરૃચ જિલ્લામાં હજુપણ કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અનલોક-1 માં  વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવ્યા છે. 

ભરૃચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તંત્ર પણ સબ સલામતની વાત કરી રહ્યું છે, તંત્ર દ્વારા કડકાઈથી અમલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોના પોઝિટિવના આંકડામાં વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હવે કડક વલણ અપનાવવાની જરૃર જણાય છે.