અંકલેશ્વરમાં એક જ દિવસમાં ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અંકલેશ્વર તા.26 જુન 2020 શુક્રવાર
અંકલેશ્વર તાલુકામાં એક જ દિવસમાં ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ત્રણેય ને સારવાર હેઠળ કોવિડ - 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર તાલુકામાં કોરોના વાયરસનો ફેલાવો હવે શરૂ થયો છે. અને તા.૨૬મી શુક્રવારે વધુ ત્રણ કેસ નોંધાયા હતા .જેમાં સજોદ ગામની મહિલા દોલતબા પરમાર (ઉ.વ.68), ગડખોલ ગામની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા મિનેષ શાહ (ઉ.વ. 49) તેમજ શાંતિનગર - 2 માં રહેતી મહિલા જાનુબેન દેવીપૂજક ( ઉ.વ.44) નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેમને સારવાર હેઠળ કોવિડ - 19 જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં અત્યાર સુધીમાં કુલ 11 કોવિડ પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે.પાંચ દર્દીઓ ને રાજા આપવામાં આવી છે.પાંચ દર્દીઓ સારવાર હેઠળ તેમજ એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે.