પિઠોડ ગામે પતિની હત્યા કરી પત્ની અને પ્રેમી ફરાર
-પતિને ગળે ટૂંપો દઈ લાશને કૂવામાં ફેંકી દીધી
વાલિયા તા.14 એપ્રિલ 2020 મંગળવાર
વાલિયા તાલુકાના પિઠોડ ગામે પત્નીના પ્રેમી એ પતિને રસી વડે ગળે ટૂંપો દઈ લાશને ગામની સીમમાં આવેલ કૂવામાં ફેંકી દઈ ફરાર થઇ જતા વાલિયા પોલીસે બન્નેને ઝડપી પાડવાના કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયાના પિઠોડ ગામની સીમમાં આવેલ કૂવામાંથી ગત તા.૪ એપ્રિલના રોજ ગામના અરવિંદ સૂકા વસાવાનો ગળામાં દોરડું બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષ્ટ મોર્ટમ કરાવતા પોષ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનું ગળે ટૂંપો દેતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
વાલિયા પોલીસે ઝીણવટ તપાસ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
મૃતક અરવિંદ વસાવાની પત્ની કાળીબેન વસાવાના ગામના જ ભારત શના વસાવા સાથે છેલ્લા એક વર્ષ થી પ્રેમ સંબંધ હતા .જેની જાણ પતિ અરવિંદ ને થતા બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા.જેથી પ્રેમ સંબંધમાં પતિ નડતર રૃપ થતો હોવાથી અરવિંદ વસાવાનો કાટો કાઢી નાખવા પ્રેમી ભારત વસાવા અને પત્ની કાળીબેને પ્લાન બનાવી ભારત વસાવા અરવિંદને પતાવી ફોસલાવી ઢોર હંકારવાના બહાને તેના ખેતર લઇ જઈ કાળીબેને આપેલ દોરડા વડે ગળે ટૂંપો દઈ જાણ થી મારી નાખી અરવિંદની લાશને કૂવામાં ફેંકી દઈ ફરાર થઇ ગયો હતો.
વાલિયા પોલીસે પત્ની અને પ્રેમી ભારત વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બન્ને પ્રેમી પંખીડાને ઝડપી પાડવાના કાર્યવાહી હાથ ધરી છે.