Get The App

ભરૂચમાં ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Updated: Nov 20th, 2021

GS TEAM


Google News
Google News

ભરૂચ: શીખધર્મના સ્થાપક ગુરુનાનકજીની જન્મજયંતીની ભરૂચ શહેર જિલ્લામાં શ્રધ્ધા અને હર્ષોલ્લાસ  સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના  કસક સ્થિત ચાદરસાહેબ  ગુરુદ્વારામાં  552મી નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મગુરૂ ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતા અને એકતાનો પ્રચાર કર્યો હતો.ભરૂચ સહિત સમગ્ર દેશમાં ગુરુનાનક સાહેબની 552 મી જન્મ જયંતી નિમિત્તે ગુરૂ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂબાની, પ્રાર્થના અને  લંગર સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  જેમાં મોટી સંખ્યામાં  શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં. ભરૂચ શહેર જિલ્લાના અન્ય ગુરૂદ્વારાઓમાં પણ  ગુરુનાનક જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Tags :