અંકલેશ્વરમાં જી પી સી બી દ્વારા સહજાનંદ કેમીલ્ક્સને ક્લોઝર નોટિસ સાથે રૂ.50 લાખનો દંડ
-કંપનીનું ટેન્કર કેમીકલનો નિકાલ કરતા ઝડપાયું હતુ
અંક્લેશ્વર તા.11 ઓક્ટાેબર 2019 શુક્રવાર
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની સહજાનંદ કેમિકલ્સ નું ટેન્કર ગેરકાયદે રીતે કેમીકલ વેસ્ટનો નિકાલ કરવા જતા નબીપુર ખાતેથી ઝડપાય ગયુ હતુ . જે કંપની સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતા જી પી સી બી એ ક્લોઝર નોટીસ સાથે કંપનીને રૂ.50 લાખનો દંડ ફટકાર્યો હતો.
ગત તા .3 નાં રોજ અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આવેલા સહજાનંદ કેમીકલમાંથી ગેરકાયદે રીતે ટેન્કરમાં કેમીકલ વેસ્ટ ભરી તેનો નિકાલ અમદાવાદ ખાતે કરવાની પેરવી કરવામાં આવી હતી.
જેની જાણકરી પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ભરૃચ જી પી સી બી નાં પ્રાદેશિક અધિકારીને કરાતા પ્રાદેશિક અધિકારી દ્વારા ટેન્કર ને નબીપુર પાસે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગેની જાણ જીપીસીબી ની ગાંધીનગરની વડી કચેરીને કરી હતી. જ્યાં આ બનાવ ની ગંભીરતાને ધ્યાને લઇ સહજાનંદ કેમીકલ્સ ને તાત્કાલિક અસરથી ક્લોઝર અને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બાબત ની પોલીસ ફરિયાદ જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી દ્વારા કરાઇ છે .જેની તપાસ પોલીસ કરી રહી છે.