GIDCની હિન્દુસ્તાન કોપર કપંનીમાં થયેલી હુકની ચોરીમાં બે સિક્યુરિટી ગાર્ડ સહીત વધુ ત્રણ આરોપીની ધરપકડ
-હજી વધુ છની સંડોવણીની ઝઘડિયા પોલીસને આશંકા
ઝઘડિયા તા.25 સપ્ટેમ્બર 2019 બુધવાર
ઝઘડિયા જી આઇ ડી સીની હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી ચોરાયેલા હુકની ઘટનામાં કંપનીના બે સિક્યુરિટીગાર્ડ સહીત વધુ ત્રણ આરોપીની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે. આજ ઘટનામાં ગત રોજ રાજપારડી પોલીસે ચોરાયેલા મુદ્દામાલ, મારુતિવાન સહીત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. ઝઘડિયા પોલીસે ધરપકડ કરેલ વધુ ત્રણ આરોપીઓ સાથે હુક ચોરી ઘટનામાં કુલ સાત આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.તપાસ કરતા ઝઘડિયા પોલીસના અધિકારી જણાવ્યું છે કે કોપર ચોરીની ઘટનામાં વધુ છ જેટલા શખ્સો શંકા છે.
ઝઘડિયા જી આઈ ડી સીમાં આવેલી હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભારત સરકારના અંડર ટેકીંગમાં ચાલતો પ્લાન્ટ છે. આ કંપનીમાં કોપરના કેથોડ બને છે. હિન્દુસ્તાન કોપરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ગત રોજ કંપનીના મેનેજર નીતિન તીયાએ કંપનીના પ્લાન્ટમાંથી નવ નંગ કોપરના હુક જેની કિંમત 61,200 ચોરી થયાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.
ગત રોજ રાજપારડી પોલીસે એક મારૃતીવાન કોપર સાથે 1,46 ,000 ના મુદ્દામાલ સાથે ઝડપી હતી અને ચાર શખ્સો મિતેષ વસાવા, નિલેશ વસાવા, સંજય વસાવા, સંદીપ વસાવા, તમામ રહે. મોરણ તા. ઝઘડિયાની અટકાયત કરી હતી. રાજપારડી પોલીસે ચારેય આરોપી સહીત મુદ્દામાલ ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો. ઝઘડિયા પોલીસે રાજપારડી પોલીસે ધરપકડ કરેલ ચારેય આરોપીઓની પૂછપરછ હાથ ધરેલ ત્યાર બાદ વધુ બે કંપની સિક્યુરિટી સહિત ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે.
ઝઘડિયા પોલીસે હિન્દુસ્તાન કોપરના સેક્યુરિટીગાર્ડ નરેશ તન્વર, આસિફઅલી તથા મોરણ ગામના વધુ એક સગીર વયના આરોપીની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે વધુ ત્રણ આરોપીઓ ની સઘન પૂછપરછ બાદ કોપર ચોરીમાં વધુ છ શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા સેવી રહી છે.
-ચાેરીમાં સંડાેવાયેવા સાત આરાેપીઓ
કોપર ચોરી ઘટનામાં રાજપારડી અને ઝઘડિયા પોલીસે (1) મિતેષ સુરેશ વસાવા (2) નિલેશ રમણ વસાવા (3) સંદીપ કિરણ વસાવા (4) સંજય મનસુખ વસાવા (5) એક સગીર યુવક (તમા રહેવાસી મોરણ તા.ઝઘડિયા) તથા કંપનીના બે સિક્યુરિટી (6) નરેશ મહેન્દ્રસિંગ તન્વર(7) આસિફ અલીની ધરપકડ કરી છે.