અંકલેશ્વરમાં જી આઇ ડી સી નાં એપાર્ટમેન્ટમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઇ
-રૂ.24 હજારનો મુદ્દામાલ જપ્ત
અંક્લેશ્વર તા.1 સપ્ટેમ્બર 2019 રવીવાર
અંકલેશ્વરનાં સુફલમ એપાર્ટમેન્ટનાં એક મકાનમાં મહિલાઓને હારજીતનો જુગાર રમી રહી હતી.તે દરમિયાન પોલીસે દરોડા પાડતા ચાર મહિલાઓની અટકાયત કરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતીકે જી આઇ ડી સીનાંસુફલમ એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલાના પોતાના રહેણાંક મકાનમાં ઘણી બધી બહારથી મહિલાઓને બોલાવી ભેગા કરી પોતાના આથક ફાયદા માટે રૃપિયાથી પત્તા પાના વડે રૃપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યાછે.
જે ચોક્કસ બાતમીને આધારે પીએસઆઇ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાનોની ટીમેરેડ કરતા ચાર મહિલા જુગાર રમતા રંગે હાથ ઝડપાય ગયાહતા.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કુલ ચારમહિલાઓની અંગ ઝડતીમાંરોકડા રૂ.6370 તથા દાવ ઉપરનાંરોકડા રૂ. 7850 મળી કુલ રોકડા રૂ,14 ,220તથા મોબાઇલ નંગ ૩ રૂ.10,000 મળી કુલ રૂ.24,220 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.